YOU ARE YOUR GOD!

Posted: 06/01/2014 in Uncategorized

આપણે દૂનિયાની ઘણી જગ્યાએ નજર કરીએ તો આપણને કઇંક એવી શક્તિઓ દેખાય છે, જેમના પરની શ્રધ્ધાથી માનવ કઇંક એવું કરી જાય છે જે કલ્પના બહાર હોય છે. અનોખું હોય છે અને કઇંક તો આપણી શક્તિઓ બહારનુ હોય છે. છતા માનવ એ કરી જ લે છે. તેમના પરની શ્રધ્ધાથી કે જેમને આપણે કદી જોયા નથી, કદી અનુભવ્યા નથી અને કદી સાંભળ્યા પણ નથી. હાં એ જ કે જેમન આપણે જુદાં જુદાં નામથી ઓળખિયે છીએ, કોઇ તેમને ઇશ્વર કહે છે તો કોઇ અલ્લાહ કહે છે, કોઇ ગોડ કહે છે તો કોઇ ગૌતમ બુધ્ધ પણ અંતમા તો એ એક જ છે. અને અનંત છે. કોઇ જાણતુ નથી કે એ ભગવાન અથવા તો એ ઇશ્વર ક્યાં રહે છે અને ક્યાં મળી શકે છે? તેમનું અસ્તિત્વ છે કે નહી એ પણ આપણે નથી જાણતા છતા પણ કોઇ સંકટ સમયે આપણે તેમને જ યાદ કરીને કહીએ છીએ કે “ઇશ્વર બધું જ ઠીક કરી દેશે” અને બસ એ વિચારોના સહારે જ માનવ ઘણુ એવું કરી ચુક્યો છે જેની કલ્પના પણ અશક્ય છે અને જે અનોખુ હોય. છતા એ ઇશ્વરના બળે થનાર કામ કરનાર તો માનવ જ હોય છે. અને છતા કામનો યશ અને અંતમા તારણ એ જ નિકળે છે કે “દૈવી કૃપાથી જ કામ પાર પડ્યુ છે”

જો તમારા પણ આવા જ વિચાર હોય તો હું તમને એટલું જણાવિ દેવા માગું છું કે તમે આજ પણ અજ્ઞાનમાં જ જીવો છો જેમ બિજા લોકો જીવો છે. આજના આ વિજ્ઞાનના યુગમા તમે રહો છો અને આટ-આટલી ચિજોનો ઉપયોગ કરો છો છતા કેમ તમે એ સમજી નથી શકતા અલૌકીક, જાદૂ, કોઇ દૈવી શક્તિ કે અવુ કાંઇ જ હોતુ નથી, તમે જેને દૈવી શક્તિ માનો છો એમની સાથે પણ કોઇ ને કોઇ રીતે તો વિજ્ઞાન જ જોડાયેલુ હોય છે.

-THE SIKANDAR

ટિપ્પણીઓ

Leave a comment