MARU GAMDU MARO JIV

Posted: 06/01/2014 in Uncategorized

    “સ્વર્ગથી પણ સુંદર છે મારુ ગામડું, દૂનિયાની જન્નત છે મારુ ગામડું, કોઇ એક દિવસ ગામડામાં વિતાવી તો જુઓ, આહાહાહા દૂનિયા ના દરેક દૂ:ખ ભુલાવે તેવુ છે મારુ ગામડું.”

ખરેખર ભાઇ ગામડાની તો વાત જ કઇંક અલગ છે, જયા મને મારું સાચુ ગુજરાત દેખાય છે, સવાર-સવારમાં ઊઠીને જરા નજર કરો તો ગાડા લઇને પોત-પોતાના ખેતરે જતા ખેડુતો દેખાય છે, અને એમાંય ગાડાના બળદને ડોકે બાંઘેલા ઘુઘરાના અવાજથી તો જાણે ગગન ઝુમતુ હોય એવુ જ લાગે. અને એ ગાડાની પાછળ-પાછળ દોડી ને નિશાળે જતા બાળકો નો ખિલખિલાટ જાણે તેમાં ચાર ચાંદ લગાવિ દે છે. ઘણા-ઘણાના ઘરમાથી વલોણા ના અવાજ આવે છે તો ઘણા-ઘણાના ઘરમાથી કોઇ ભજનના નાદ સંભળાય છે, ક્યાક ક્યાક વળી પાણી ભરતી પનિહારીઓ દેખાય છે.

ક્યાંક વળી કોઇ જગ્યાએથી વળી મોર નો ટહુંકો સંભળાય છે તો કોઇ જગ્યાએ વળી મધુર પંખીઓનો કલરવ જ કલરવ સંભળાય છે, અને ગામના પાદરમાં બેઠા એ ગામના લોકો અને પોત-પોતાના કામ પર જતા મજુરો પણ દેખાય જ છે,

ગાય અને ભેંસના એ ધણને દોરીને જતા ભરવાડ પણ મને આ જ ગામ મા દેખાય છે.

લાલચ ને બદલે સંતોષ અને ઈર્ષા ને બદલે સચ્ચાઇ દેખાય છે, આજના આ વિજ્ઞાનના યુગમા શાંતિથી અને એક કહી શકાય એવી જીંદગી મને મારા ગામમાં દેખાય છે, એક માણસની જેમ જીવી શકાય આવી જીંદગી મને મારા ગામમાં દેખાય છે. જો ખરેખર જ જીંદગી શું છે એ જોવું જ હોય તો ભઇ એક દિવસ આ ગામમાં વિતાવી જુઓ. સમજાઇ જશે તમને પણ આ જીંદગી  ખરેખર કેવી દેખાય છે.

                                                                                                       – THE SIKANDAR

ટિપ્પણીઓ
  1. black tiger કહે છે:

    this is realy best

Leave a comment