HOME

હેલ્લો ફ્રેન્ડસ  મારુ નામ સિકંદર છે. અને હું એક લેખક છું. હું છેક ૧૩ વર્ષની ઉમરથી જ બુક લખુ છુ, અને માટે જ મારી પાસે મારી લખેલી ઘણી જ બુક છે.  મને લખવુ જ ગમે છે અને લેખનને જ હું મારુ કરીયર બનાવવા માંગુ છુ, અને એટલા માટે જ હવે હુ મારી પ્રથમ બુક પબ્લિસ કરવાનો છુ કે જેનુ નામ છે, ” રિફલેક્શન ”

મારી આ બુક હવે હું પબ્લિસ કરવા તૈયાર જ છુ, અને આ એક હોરર સ્ટોરી છે. જંગલમાંના એક ગામમા એક ચુડેલનો ત્રાસ હોવાથી ગયા હોય છે, અને તેમને રોજ એક બલી પણ આપવામા આપવી પડતી હોય છે, પણ એક દિવસ એક છોકરી આનો વિરોધ કરે છે પણ ડરમા જીવતા તે લોકો આ છોકરીની વાતને ધ્યાનમાં લ્તા નથી અને એ છોકરીને જ બલી માટે લઇ જવાની તૈયારી કરે છે, પણ આ વાત તેના પિતાને થતા જેમતેમ કરીને તે છોકરીને છોડાવીને જંગલમા રહેતા એક બાબા પાસે ચાલ્યા જાય છે, જ્યા બાબાને આ છોકરી સાથે લગાવ થઇ જાય છે, પણ એક દિવસ તે છોકરીનો પિતા પેલા ગામ લોકોના હાથમા આવી જાય છે અને તેને બલી આપી દે છે, આ વાતથી બાબા અને તે છોકરી દૂઃખી થઇ જાય છે, પણ છતા ત્યાર બાદ તે બંને મક્કમ નિર્ણય લઇને હંમેશ માટે તે ચુડેલને મીટાવી દેવાની યોજના બનાવે છે, બાબા તો કોઇ રિતે ગુફાની બહાર નીકળી શકે એમ ના હોય તેથી આ કામ તે છોકરી પોતાના માથા પર લઇ લે છ, ત્યાર બાદ બાબા તેને એક તાવીજ આપે છે કે જેમનાથી તે ચુડેલને મારી શકે. અને એક દિવસ તે છોકરી ગામમાં જાય છે તે ચુડેલને ખત્મ કરવા માટે, પણ હજી તો તે છોકરી કઇં જ બોલે એ પહેલા જ ગામના લોકો તેની પણ બલી આપી દે છે, અને જ્યારે બાબાને એ વાત ખબર પડે છે, ત્યારે તે મહામહેનતે ગામ પર આવે છે અને બધાને હકિકત જણાવે છ, પણ ત્યારે મોડુ થઇ ગયુ હોય છ, ” સમય આવ્યે અમે બંન્ને આવીશુ ” એમ કહીને બાબા પણ પોતાનો પ્રાણ આપી દે છે,,,,,,,,

ત્યાર બાદ કેવા સંજોગોમા તે બાબાનો જન્મ થાય છે અને કેવા-કેવા સંજોગોમા તે છોકરીનો જન્મ થાય છે, ત્યાર બાદ છોકરીને કેમ ખબર પડે છે કે આ બધુ  કેવી રીતે તે ચુડેલને મારે છે, અને મારે છે કે નહી, અને અંતમા ક્યુ રહસ્ય ખુલે છે એ બધુ  જ મે મારી બુકમા કહ્યુ જ છે તો હવે અહી કહેવાની તો કોઇ જરુર જ નથી ને મિત્રો. જો આ સ્ટોરી આપને ગમી હોય તો રાહ જુઓ તેમના પબ્લિસ થવાની.

 

-THE SIKANDAR

Leave a comment